26/06/2026
વાઈબ્રન્ટ બિઝકોમ લિમિટેડ દ્વારા અમદાવાદમાં ‘વાઈબ્રન્ટ સક્સેસ ડે – સીઝન 05’ ની ભવ્ય ઉજવણી
ધોલેરા અને લોથલના ભવિષ્યના વિઝન સાથે 900+ મુલાકાતીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ
અમદાવાદ, 21 જૂન 2026:
ફ્યુચરિસ્ટિક રિયલ એસ્ટેટ અને ગ્રોથ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે છેલ્લા 15 વર્ષથી કાર્યરત Vibrant Bizcom Limited દ્વારા 21 જૂન, 2026ના રોજ આશ્રમ રોડ, અમદાવાદ સ્થિત Hotel Silver Cloud ખાતે "વાઈબ્રન્ટ સક્સેસ ડે – સીઝન 05" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડર કૌશલ શાહ અને કો-ફાઉન્ડર પંકિન પરીખના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ મેગા ઇવેન્ટમાં 900થી વધુ મુલાકાતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના બે મહત્વપૂર્ણ અને ઝડપી વિકાસ પામી રહેલા વિસ્તારો – ધોલેરા અને લોથલ – માં ઉભી થઈ રહેલી રોકાણ તકો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ભવિષ્યની સંભાવનાઓ અંગે જાગૃતિ લાવવાનો હતો. ઇન્વેસ્ટર નેટવર્કિંગ સેશન, પ્રોજેક્ટ શોકેસ અને વિશેષ અવેરનેસ પ્રેઝન્ટેશન્સ દ્વારા મુલાકાતીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ઇવેન્ટ દરમિયાન મુલાકાતીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે દરેક ઉપસ્થિત મહેમાનને ₹15,000 મૂલ્યની JALSA Membership ભેટરૂપે આપવામાં આવી હતી, જેને ઉપસ્થિત મહેમાનોએ ઉત્સાહપૂર્વક વધાવી લીધી હતી.
કાર્યક્રમની બે મુખ્ય થીમ્સ હતી:
“સપને સચ હોતે હી હૈં”
યોગ્ય લોકેશનમાં યોગ્ય સમયે કરવામાં આવેલું રોકાણ જીવનના સપનાઓને સાકાર કરી શકે છે. વિશ્વાસ, દૃઢ નિશ્ચય અને સતત પ્રયત્નોથી સફળતા પ્રાપ્ત થઈ શકે છે તેવો પ્રેરણાદાયી સંદેશ આ થીમ દ્વારા આપવામાં આવ્યો હતો.
“ઝિંદગી મિલકે બિતાયેંગે”
સહકાર, સંબંધો, વિશ્વાસ અને સામૂહિક વિકાસની ઉજવણી કરતી આ થીમ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કેન્દ્રસ્થાને રહી હતી.
કાર્યક્રમનું સૌથી વિશેષ આકર્ષણ વાઈબ્રન્ટ ગ્રુપની વિચારધારા અને વિઝનને રજૂ કરતું “વાઈબ્રન્ટ એન્થમ” નું સત્તાવાર લોન્ચિંગ હતું. ઉપસ્થિત મહેમાનોએ એન્થમને ઉત્સાહભેર આવકાર્યો હતો.
આ ઉપરાંત વિવિધ ઇન્ટરેક્ટિવ ગેમ્સ, પ્રોજેક્ટ ડિસ્પ્લે ઝોન્સ તથા લોકપ્રિય “મેં ભી બચ્ચન” ફોટોશૂટ ઝોન મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
દસ્તાવેજ મહોત્સવ – વિશ્વાસને વધુ મજબૂત બનાવતી પહેલ
કાર્યક્રમ દરમિયાન આયોજિત “દસ્તાવેજ મહોત્સવ” ખાસ આકર્ષણ રહ્યું હતું. ઘણી વખત રોકાણકારોમાં પેમેન્ટ બાદ દસ્તાવેજીકરણ અંગેની ચિંતાઓ જોવા મળે છે. આ ચિંતાને સંબોધવા માટે વાઈબ્રન્ટ ગ્રુપ દ્વારા દસ્તાવેજ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોકાણકારોને સમયસર દસ્તાવેજીકરણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ અનેક રોકાણકારોને દસ્તાવેજો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પહેલે પારદર્શિતા અને વિશ્વાસ પ્રત્યેની કંપનીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી હતી.
આ પ્રસંગે ફાઉન્ડર કૌશલ શાહે જણાવ્યું હતું:
"વાઈબ્રન્ટ સક્સેસ ડે માત્ર એક ઇવેન્ટ નથી, પરંતુ અમારા રોકાણકારો અને શુભેચ્છકોના વિશ્વાસની ઉજવણી છે. ધોલેરા અને લોથલ આગામી દાયકાના વિકાસના એન્જિન બનવાના છે અને અમે લોકોને આ પરિવર્તનની યાત્રાનો ભાગ બનવા માટે પ્રેરણા આપી રહ્યા છીએ."
કો-ફાઉન્ડર પંકિન પરીખે જણાવ્યું હતું:
"900થી વધુ મુલાકાતીઓની ઉપસ્થિતિ દર્શાવે છે કે લોકો પારદર્શક માહિતી, વિશ્વસનીય માર્ગદર્શન અને લાંબા ગાળાના મૂલ્ય સર્જન તરફ આગળ વધી રહ્યા છે. આ પ્રતિસાદ અમને વધુ જવાબદારી અને ઉત્સાહ સાથે કાર્ય કરવા પ્રેરણા આપે છે."
સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને સકારાત્મક માહોલમાં સંપન્ન થયો હતો. “વાઈબ્રન્ટ સક્સેસ ડે – સીઝન 05” એ ધોલેરા અને લોથલ જેવા ઉભરતા વિકાસ કેન્દ્રોની સંભાવનાઓને લોકો સમક્ષ વધુ વ્યાપક રીતે રજૂ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને વાઈબ્રન્ટ બિઝકોમ લિમિટેડના વિઝન, પારદર્શિતા અને રોકાણકાર-કેન્દ્રિત અભિગમને વધુ મજબૂત બનાવ્યો હતો.
www.vibrantbizcom.in
M : 9638620023