Wood Luck Doors

Wood Luck Doors Wpc Wood Door & modular kitchen and furniture Manufacturing company

15/09/2026
14/09/2026

જીવનકર્મ........

ઘણા સમય પહેલા મેં એક લિયો ટોલ્સટોયની વાર્તા વાંચેલી જેમ એક ખેડૂતનો ઉલ્લેખ હતો. ટોલ્સટોય ખેડૂત પાસેથી પસાર થઈ રહ્યા હતા અને એ ખેડૂત પોતાના ખેતરમાં હળ ચલાવી રહ્યો હતો. થોડીક ક્ષણો અટકીને ટોલ્સટોય પેલા ખેડૂતને પૂછે છે ,

" ધારી લે કે આ ક્ષણ તારા જીવનની અંતિમ ક્ષણ છે. મૃત્યુ તારી સામે ઊભેલું છે તો તું છેલ્લું કામ શું કરીશ ? "

પેલો ખેડૂત ઉપર જુએ છે સામે ટોલ્સટોયની ઊભેલા જુએ છે થોડુંક વિચારીને જવાબ આપતા કહે છે ,

" જો આ મારી અંતિમ ક્ષણ હશે તો હું મારું આ હળ ચલાવતો રહીશ. "

ટોલ્સટોય ફરી પૂછે છે ,

" મૃત્યુ સામે ઊભું છે છતાં તું હળ ચલાવીશ ? "

પેલો ખેડૂત ફરી બોલે છે ,

" હા, મૃત્યુ મારા હાથમાં નથી. મારું જીવનકર્મ મારા હાથમાં છે. હું અંતિમ શ્વાસ સુધી એ નિભાવતો રહીશ. "

***********************************

એક નાનકડી આ વાર્તામાં બહુ મહત્વની વાત છે જીવનકર્મની. દરેક માણસનું એક જીવનકર્મ છે. એ ખુશ હોય , દુઃખી હોય , ચિંતામાં હોય કે પછી નિરાંત અનુભવતો હોય એક ચીજ એની સાથે સતત હોય છે એ છે એનું જીવનકર્મ.

આપણા સહુના જીવનમાં સમય સમયે પરિસ્થિતિ અને સંજોગો બદલાતા જતા હોય છે . અનુકૂલન સાધવું કે વિપરીત સ્થિતિમાં ડગી જવું એ વ્યક્તિગત પસંદગીનો વિષય છે પણ મહત્વનું છે ટકી રહેવું........ ગમે તેવી સ્થિતિ આવે અંતે એક જ ચીજ મેટર કરે છે....... ટકી રહેવું.

********************************

એક જોરદાર કવિતા મને આ વિષયને અનુરૂપ લાગે છે જે શિવમંગલ સિંહ સુમન દ્વારા રચિત છે :

यह हार एक विराम है
जीवन महासंग्राम है
तिल-तिल मिटूँगा पर दया की भीख मैं लूँगा नहीं ।
वरदान माँगूँगा नहीं ।।

स्‍मृति सुखद प्रहरों के लिए
अपने खण्डहरों के लिए
यह जान लो मैं विश्‍व की सम्पत्ति चाहूँगा नहीं ।
वरदान माँगूँगा नहीं ।।

क्‍या हार में क्‍या जीत में
किंचित नहीं भयभीत मैं
संघर्ष पथ पर जो मिले यह भी सही वह भी सही ।
वरदान माँगूँगा नहीं ।।

लघुता न अब मेरी छुओ
तुम हो महान बने रहो
अपने हृदय की वेदना मैं व्‍यर्थ त्‍यागूँगा नहीं ।
वरदान माँगूँगा नहीं ।।

चाहे हृदय को ताप दो
चाहे मुझे अभिशाप दो
कुछ भी करो कर्त्तव्य पथ से किन्तु भागूँगा नहीं ।
वरदान माँगूँगा नहीं ।।

***********************************

મને લખવું ખૂબ ગમે છે ........ એક રીતે હીલિંગ જેવું છે . મન શાંત થાય અને આગળનો રસ્તો મને વાંચન અને લેખનથી સ્પષ્ટ થાય છે . પરિપક્વતાના એ સ્તરે મને પુસ્તકોએ પહોંચાડ્યો છે જ્યાં ધીમે ધીમે જીવન પ્રત્યેની અપેક્ષાઓ બાબતે સ્થિરતા આવતી જાય છે.

હમણાંથી એક નવું કામ ઉપડ્યું છે . જે કઈ વાંચ્યું હોય એના સાર રૂપ એક બહુ ટૂંકી નોટ હાથે લખીને ડાયરીમાં નોંધવાની. મને અમુક વાર અમુક મિત્રોએ સૂચન કરેલું ડાયરીનું પણ આળસના કારણે એના પર અમલ ક્યારેય ન કરી શક્યો હવે શરૂઆત કરી છે.

યસ......મનમાં આવેલ વિચારોને કાગળ પર લખવાથી ફાયદો અચૂક થાય છે...... ટ્રાય કરી જુઓ..... મેં અનુભવ્યું એ જ કદાચ તમે પણ અનુભવો.

અને હા.... કાલથી આપડી મઝાની સફર ફરીથી ચાલુ થશે..... આભાર.

#જ્ઞાનદીપ
#જ્ઞાનનો_ખજાનો
#જ્યોત_સે_જ્યોત_જલાતે_ચલો
#જ્ઞાનદીપPhilosophy
#જ્ઞાનદીપLeoTolstoy
#જ્ઞાનદીપજીવનકર્મ

Address

FF 4/5 AROM COMPLEX SOMATALA DABHOI Road
Vadodara
390025

Website

Alerts

Be the first to know and let us send you an email when Wood Luck Doors posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share