09/08/2026
સરખેજમાં 'ઈમ્પેક્ટ'નો ખેલ: મોટા મગરમચ્છોને અભયદાન અને નાના બાંધકામો પર બુલડોઝર?*
*અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના દક્ષિણ પશ્ચિમ ઝોન અને ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે?*
*સરખેજ વિસ્તારમાં નાના-મોટા સામાન્ય નાગરિકોના નાના બાંધકામો પર તો તંત્રનું બુલડોઝર તુરંત ફરી વળે છે.*
*પરંતુ કરોડોના ગેરકાયદેસર કૌભાંડો આચરનાર ભૂમાફિયાઓ અને વગદાર બિલ્ડરો માટે શું ભ્રષ્ટાચારના લાલ જાજમ પાથરવામાં આવી રહ્યા છે?*
*શું છે સમગ્ર કૌભાંડ?*
*સિસ્ટમમાં ઘર કરી ગયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલતો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે:*
*નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન: AMC ના માન્ય પ્લાન અને રજા ચિઠ્ઠીની શરતોને નેવે મૂકીને સયુંકત માર્જિન સહ કોમન પ્લોટ અને સંયુક્ત માર્જિનની જગ્યાઓ પર ગેરકાયદેસર 2 બંગલો ખડકી દેવામાં આવ્યા.*
*ઈમ્પેક્ટ ફીના નામે કાળા ધોળા:*
*જે સોસાયટીની સયુંકત માર્જિનમાં તથા પબ્લિક ઇન્ટરેસ્ટમાં, સહ કોમન પ્લોટ ગુડા એક્ટ 2022 હેઠળ બાંધકામો કોઈ પણ સંજોગોમાં નિયમિત થઈ શકે તેમ નહોતા, તેને AMC ના ભ્રષ્ટ અધિકારીઓ સાથે મળીને ઈમ્પેક્ટ ફીની આડમાં નિયમિત (Regularize) કરી દેવાયા.*
*બિલ્ડર-અધિકારીઓની મિલીભગત: સરકારી કે જાહેર માલિકીની સોસાયટીની સંયુક્ત જગ્યાઓ હડપ કરવાની થિયરી રચવામાં આવી, જેમાં બિલ્ડર પરિવાર અને કોર્પોરેશનના અધિકારીઓની સાંઠગાંઠ હોવાની પ્રબળ આશંકાઓ છે.*
*"આ આખું કૌભાંડ અને ક્રાઈમ સ્ટોરી આગામી દિવસોમાં પુરાવા સાથે વહેલી તકે ઉજાગર કરવામાં આવશે.*
*સિસ્ટમને તીખા સવાલ:*
*AMC માટે બેવડા ધોરણો કેમ?* *નાના બાંધકામો પર તુરંત બુલડોઝર ફેરવતું તંત્ર સંયુક્ત માર્જિન અને સહ કોમન પ્લોટ પચાવી પાડનાર વગદાર બિલ્ડરો સામે આંખ આડા કાન કેમ કરે છે?*
*ઈમ્પેક્ટ ફીનો દુરુપયોગ: સોસાયટીની માલિકીમાં સંયુક્ત માર્જીનની જગ્યામાં સહ કોમન પ્લોટ અને AMC નાં પ્લાન તથા રજા ચિઠ્ઠી વિરુદ્ધ થયેલા ગેરકાયદે બાંધકામો કયા નિયમ હેઠળ ઈમ્પેક્ટ ફી મંજૂર કરીને નિયમિત કરવામાં આવ્યા?*
*અધિકારીઓની હપ્તાખોરી: ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરી આપનાર અને લેન્ડ ગ્રેબિંગની થીયરીમાં ભાગીદાર બનેલા AMC ના જવાબદાર અધિકારીઓ સામે ક્યારે તપાસ અને પગલાં લેવાશે?*
*AAJ KI KHABAR1111*
*Barkat Sheth*
*(Crime Reporter)*
*મો. 9377420400*