23/03/2025
🌟 રિયલ્ટર તરીકે એક યાદગાર યાત્રા – NAR INDIA Annual Convention 2025 🌟
19 માર્ચ થી 22 માર્ચ સુધી હું અને મારી Better Half Mrs. Jagruti એ મળીને ભાગ લીધો **16મા Annual NAR INDIA Convention 2025** માં.
આમંત્રણ મળ્યું GRWA (Green City Realtors Welfare Association) ના Governing Body Member તરીકે – અને આ સન્માનનો અનુભૂતિ જીવનભર યાદ રહી જશે. 🙏
🔹 ઘણાં મિત્રો પૂછે કે, "NAR INDIA શુ છે?"
👉 NAR INDIA એટલે – National Association of Realtors – India, જે દેશભરના રિયલ્ટર્સને એકસાથે લાવે છે, વ્યવસાયમાં પારદર્શિતા, પ્રમાણિકતા અને વ્યાવસાયિક ધોરણો વિકસાવે છે.
📚 આ ચાર દિવસ એકદમ શીખવણોથી ભરેલા હતા – જ્યાં જુના મિત્રો સાથે ફરી મળવાનો સુખદ પ્રસંગ મળ્યો જેમ કે:
Mr. વિનોદ ઠક્કર, સંતોષ સેનાપતિ, કેયુર પંચાલ, ગજેન્દ્ર લિંબાચિયા, નરેશ પલૈયા, ધ્રુવ પટેલ, ધારા, વૈશાલી, શશી પટેલ, વેદાંત, પ્રસાંતભાઈ ઠક્કર, અને ઘણા નવા મિત્રો પણ થયા – દરેકની પાસે અલગ અનુભવ અને સંદેશો હતા શીખવા માટે.
🎤 અને જ્યારે સ્ટેજ પર Aman Gupta (Founder – boAt), અભિનેત્રી Divya Dutta અને લેખક Chetan Bhagat આવ્યાં – તો જાણે સંપૂર્ણ હોલમાં ઉર્જા ફરી વળી. એમની વાતોથી સમજાયું કે સફળતા એટલે માત્ર ટેલેન્ટ નહીં, પરંતુ દૃઢ નિર્ધાર અને સતત પ્રયત્ન.
💑 મારા માટે તો આટલું બધું એવું હતું જે સાંભળી ઉઠું... પણ જે સચમાં ખાસ લાગ્યું – તે હતું મારી જીવનસાથી જાગૃતી સાથે આ યાત્રાને માણવું. અમે એકસાથે શીખ્યું, સમજ્યું અને આનંદ માણ્યો – અને એ ક્ષણો અમર બની રહી.
🙏 અંતે દિલથી આભાર APP Team નો – જેમણે આ ઈવેન્ટને ખુબજ સુવ્યવસ્થિત રીતે સંચાલિત કર્યું.
આભાર GRWA અને NAR INDIA – જેમણે આ પ્લેટફોર્મ પર અમને સ્થાન આપ્યું.
🚀 ચાલો હવે મળીને આગળ વધીએ, વધુ શીખીએ, વધુ લોકોના સપનાને સાકાર કરીએ.