Junagadh Property Consultant's Association

Junagadh Property Consultant's Association Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Junagadh Property Consultant's Association, Real Estate, Shop No. 216, Second Floor, , 7 Seas Complex, Above Cantabil, Radhakrusn Society Corner, , Motibaug Road, Junagadh.

16/08/2025

Happy Janmashtami.

May Krishna's playful spirit bring happiness and positivity into your life.

J.P.C.A. દ્વારા જૂન મહિનાની મીટીંગનુંઆયોજન કરવામાં આવ્યું હતું.આ મહિનાની મિટિંગના અમારા ચીફ ગેસ્ટ*Mr. Bhavinbhai Patel* ...
13/06/2025

J.P.C.A. દ્વારા જૂન મહિનાની મીટીંગનું
આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહિનાની મિટિંગના અમારા ચીફ ગેસ્ટ
*Mr. Bhavinbhai Patel*
(Founder & CEO)
Topclues Solutions
હતા. જેમણે રિયલ એસ્ટેટ માર્કેટમાં
સોશ્યલ મીડિયાની ઉપયોગિતા ઉપર નોલેજ શેર
કર્યું હતું. તમામ મેમ્બર દ્વારા આ તકે
ભાવિનભાઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જુનાગઢ પ્રોપર્ટી કન્સલટન્ટ એસોસિએશનનોપાયો જેમની પ્રેરણાથી નંખાયો છે તેવું ગ્રુપએટલે રાજકોટ પ્રોપર્ટી કન્સલટન્ટ એસોસિએશનન...
05/05/2025

જુનાગઢ પ્રોપર્ટી કન્સલટન્ટ એસોસિએશનનો
પાયો જેમની પ્રેરણાથી નંખાયો છે તેવું ગ્રુપ
એટલે રાજકોટ પ્રોપર્ટી કન્સલટન્ટ એસોસિએશનના 10માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં
એસોસિએશનના તમામ મેમ્બર દ્વારા હાજરી
આપવામાં આવી હતી.

આ તકે (RBA) રાજકોટ બિલ્ડર્સ
એસોસિએશનના પ્રમુખ શ્રી પરેશભાઈ ગજેરા
ની વિશેષ ઉપસ્થિત રહી હતી.
સાથે
રાજકોટના અનેકવિધ નામાંકિત બિલ્ડરશ્રીઓ
RBA ચેરમેન શ્રી અમિતભાઈ ત્રાંબડિયા,
RBA મેમ્બર શ્રી દિલીપભાઈ લાડાણી,
RBA મેમ્બર શ્રી સર્વાનંદભાઈ સોનવાણી,
નામાંકિત બિલ્ડર શ્રી ગૌરવભાઈ સોનવાણી,
નામાંકિત બિલ્ડર શ્રી પાર્થભાઈ તળાવિયા (ઓસ્કાર ગ્રુપ), તથા CREDAI મેમ્બર
શ્રી આશિષભાઈ મહેતાની પ્રેરક ઉપસ્થિતિ
રહી હતી. સાથે રિયલ એસ્ટેટમાં ખૂબ
પ્રસિદ્ધિ પામેલ મેગેઝિન એટલે સંપતિ ટાઈમ્સ
માંથી શ્રી રાજેશભાઈ દત્તાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જુનાગઢ એસોસિએશનના
દરેક મેમ્બર દ્વારા પોતાનો પરિચય આપવામાં
આવ્યો હતો. અને પ્રમુખશ્રી કેવલભાઈ ત્રિવેદી
(દ્વારકેશ એસ્ટેટ) દ્વારા જુનાગઢ એસોસિએશન
ના ત્રણ વર્ષની સફળ સફર વિશે આવેલ તમામ
અતિથિ વિશેષને માહિતગાર કર્યા હતા.
વિશેષ શ્રી દર્શન જીતુભાઈ દ્વારકાવાળાએ
કાર્યક્રમમાં હાસ્યરસ પીરસીને કાર્યક્રમને
ચાર ચાંદ લગાવી દીધા હતા. આભાર.

06/04/2025

Wishing you a joyous Ram Navami filled with devotion, harmony, and enlightenment.

Happy Ram Navami.

ગત તા.24/03/2025 ને સોમવાર ના રોજ *વ્રજપ્રિય ટાઉનશિપના* સ્થળ ઉપર *“બિલ્ડરોશ્રીઓનું બહુમાન (ભાગ-૧)”* કાર્યક્રમ ઉપક્રમે જુ...
27/03/2025

ગત તા.24/03/2025 ને સોમવાર ના રોજ *વ્રજપ્રિય ટાઉનશિપના* સ્થળ ઉપર *“બિલ્ડરોશ્રીઓનું બહુમાન (ભાગ-૧)”* કાર્યક્રમ ઉપક્રમે જુનાગઢ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશન ના આમંત્રણને માન આપી *ટીંબાવાડી બિલ્ડર ગ્રુપ* ના ૭૦ થી પણ વધુ બિલ્ડરશ્રીઓએ હાજરી આપી હતી.

કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ મુજબ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવેલ ત્યારબાદ તમામ એસોસિએશનના મિત્રોએ પોતાનો પરિચય આપ્યો હતો.

આ કાર્યક્રમમાં જુનાગઢના જાણીતા ઉદ્યોગપતિ અને બિલ્ડર શ્રી ચેતનભાઈ ફળદુની વિશેષ ઉપસ્થિત રહી હતી.

જુનાગઢમાં પ્રથમવાર એક એવો કાર્યક્રમ
થયો કે જેમાં હાજર તમામ બિલ્ડરશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું, સાથે કાર્યક્રમની યાદગીરી રૂપે પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશન તરફથી ટીંબાવાડી બિલ્ડર ગ્રુપને બહુમાન પત્ર વાળો મોમેન્ટો આપવામાં આવેલ જ્યારે પ્રોપર્ટી કન્સલ્ટન્ટ મિત્રોના આ વિચારને બિરદાવવા બિલ્ડર ગ્રુપ તરફથી પણ મોમેન્ટો આપવામાં આવેલ હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે J.P.C.A.ની પૂરી ટીમ અને ટીંબાવાડી બિલ્ડર ગ્રુપની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી. અને
કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો. *આભાર.*

18/03/2025

જુનાગઢ જિલ્લામાં મિલકત લે-વેચ નો વ્યવસાય કરતા બ્રોકર મિત્રોના સંગઠનમાં જોડાવા માટે આજેજ સંપર્ક કરો.
Harsukh Sirodariya Vipul Khetani Manoj Gohel Ashish Rupareliya Ravi Bharadva Kevalkumar Trivedi Keval Adhiya Tushar Joshi Memdavadi Mehul Gaurang Upadhyay Bhargav Dave piyush dave mukesh bhalodiya Ashwin dalshaniya hitesh joshi Paresh Maru bharat dangar dilip tank

આજે જૂનાગઢના વંથલી રોડ પર કલ્પ હોસ્પિટલના ઉદ્ધાટન પ્રસંગે બધા મેમ્બરોએ હાજરી આપી. ડૉ. શ્રી વી.વી. અઘેરા સાહેબ અને અગ્રણી...
15/12/2024

આજે જૂનાગઢના વંથલી રોડ પર કલ્પ હોસ્પિટલના ઉદ્ધાટન પ્રસંગે બધા મેમ્બરોએ હાજરી આપી. ડૉ. શ્રી વી.વી. અઘેરા સાહેબ અને અગ્રણી બિલ્ડર શ્રી હિતેશભાઈ મારવણીયા દ્રારા
દરિદ્ર નારાયણની સેવા માટે બનાવેલ અતિ આધુનીક હોસ્પિટલની મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા.

શ્રી શિવ મહાપુરાણમાં ઉલ્લેખ છે કે ચૈત્ર સુદ તેરસ અને રવિવારના દિવસે જો પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર હોય અને શિવજીના દર્શન કરવ...
25/04/2024

શ્રી શિવ મહાપુરાણમાં ઉલ્લેખ છે કે
ચૈત્ર સુદ તેરસ અને રવિવારના દિવસે
જો પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર હોય અને
શિવજીના દર્શન કરવામાં આવે તો
તે વિશેષ ફળ આપનાર હોય છે.
આવા પાવનકારી દિવસે

તા.21/04/24
ના રોજ ૐ કારેશ્વર મંદિર મહાદેવનાં
સાનિધ્યમાં અમે J.P.C.A. પરિવારે
દરેક મેમ્બરનાં નિરોગી સ્વાસ્થ્ય,
પ્રોપર્ટી શોની સફળતા અને
વેપાર-રોજગારમાં અવિરત પ્રગતિની
પ્રાર્થના માટે શ્રી સત્યનારાયણ
ભગવાનની કથા અને પૂજન કરી
અને તમામ પરિવારના મેમ્બરોએ
સાથે મહાપ્રસાદ લીધો હતો.

આજ આનંદ, આજ ઉછરંગ,
આજ નેનોમાં સ્નેહ, સખી અમારા
JPCA નાં આંગણે આજ કંચન
વર્ષે મેહ. 😇

રાજકોટના નામાંકીત બિલ્ડર્સ શ્રી હિતેશભાઈ ફળદુ અને તેની ટીમ દ્વારા રાજકોટના પ્રાઈમ લોકેશન ઉપર બનતા નવા પ્રોજેક્ટ *"મરક્યુ...
03/03/2024

રાજકોટના નામાંકીત બિલ્ડર્સ
શ્રી હિતેશભાઈ ફળદુ અને તેની
ટીમ દ્વારા રાજકોટના પ્રાઈમ લોકેશન
ઉપર બનતા નવા પ્રોજેક્ટ
*"મરક્યુરી કોર્પોરેટ સ્પેસ"* ની
સાઈટ પર રાખવામાં આવેલ
*ચેનલ પાર્ટનર સેરેમની* પ્રસંગે
RPCA (રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિયેશન) અને
JPCA (જૂનાગઢ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિયેશન) ના તમામ મેમ્બર્સને
આમંત્રિત કરવામાં આવેલા હતા.

બહોળી સંખ્યામાં આવેલા તમામ
મેમ્બર્સને ઉમળકાભેર ભેટીને આવકારતા
શ્રી હિતેશભાઈ ફળદુની સહજતા અને સાદગી જોઈ તમામને એમની સાથે જોડાવવાની ઈચ્છા થાય તે વાત તો ફાઇનલ હતી.

તમામ હાજર મેમ્બર્સને મોમેંન્ટો આપી
અને મરક્યુરી ટીમ દ્વારા તેમનું બહુમાન
કરવામાં આવ્યું હતું.

ખરેખર આ ટીમનો પ્રોજેક્ટ હોય
ત્યાં ચોક્કસ બુકિંગ માટે
*પડાપડી* હોય જ.

 ાં_ગણતંત્ર_દિવસની_ઉજવણીઆજ રોજ 'પ્રસ્થાન ગ્રુપ' તથા "જુનાગઢ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશન (JPCA)" દ્વારા રાષ્ટ્રીય પર્વન...
26/01/2024

ાં_ગણતંત્ર_દિવસની_ઉજવણી

આજ રોજ 'પ્રસ્થાન ગ્રુપ' તથા "જુનાગઢ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશન (JPCA)" દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગ રૂપે ૭૫ માં ગણતંત્ર દિવસની સોરઠની શાન એવા ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી ખાતે પ્રસ્થાન ગ્રુપના ઉપપ્રમુખ શ્રી હરેશભાઇ પોશીયા તથા JPCA નાં પ્રમુખશ્રી કેવલભાઈ ત્રિવેદીની આગેવાનીમાં ધ્વજારોહણ, ઘ્વજવંદન તથા રાષ્ટ્રગાન સાથે ઉજવણી કરવામાં આવી. આ તકે ઉપસ્થિત સ્થાનિક રહેવાસીઓ, સંસ્થાના શુભેચ્છકો તથા દેશપ્રેમી જનતા દ્વારા કરાયેલ 'વંદે માતરમ', 'ભારત માતા કી જય', 'જય જવાન - જય કિસાન'ના નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની રહ્યું. સર્વે દેશવાસીઓને ૭૫માં ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 🇮🇳

ારત_માતાકી_જય
ંદે_માતરમ

બ્રોકરમિત્રોને ફક્ત બ્રોકર ન ગણતા પોતાના દરેક પ્રોજેકટમાં પાર્ટનર સમાન ગણતા*ઈશાન ગ્રુપ* ના મારા મોટાભાઈ સમાનશ્રી આશીષભાઈ...
15/01/2024

બ્રોકરમિત્રોને ફક્ત બ્રોકર ન ગણતા પોતાના
દરેક પ્રોજેકટમાં પાર્ટનર સમાન ગણતા
*ઈશાન ગ્રુપ* ના મારા મોટાભાઈ સમાન
શ્રી આશીષભાઈ ઉપાધ્યાય,
શ્રી રીકેનભાઈ વાછાણી, શ્રી ધવલભાઈ ત્રાંબડીયા, શ્રી ધવલભાઈ ધોરાજીયા,
શ્રી હિરેનભાઈ લાડાણી કે જેવોનું
જૂનાગઢના રિયલ એસ્ટેટ માર્કેટના
વિકાસમાં ખૂબ મોટું યોગદાન છે તેઓના
જૂનાગઢના ઝડપથી વિકસતા એવા બે લોકેશન વંથલી રોડ અને ઉમટવાડા રોડ ઉપર ભવ્યાતિભવ્ય બે પ્રોજેક્ટ કલ્પઉપવન રેસિડેન્સી અને કલ્પઉપવન ટાઉનશિપ, જેના ઉદ્દઘાટન સમારોહમાં J જૂનાગઢ P પ્રોપર્ટી C કન્સલ્ટન્ટ
A એસોસિયેશન ના મેમ્બરો દ્વારા કેક સેલિબ્રેશન કરીને ઈશાન ગ્રુપની પૂરી ટીમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.. Special Thanks to 's bhai ramani For This Delicious Cake 🎂

Address

Shop No. 216, Second Floor, , 7 Seas Complex, Above Cantabil, Radhakrusn Society Corner, , Motibaug Road
Junagadh
362001

Website

Alerts

Be the first to know and let us send you an email when Junagadh Property Consultant's Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category