Bhaargavi Realty

Bhaargavi Realty Real Estate Consultant for Surat and South Gujarat

Diamond Bourse is ready to launch in Surat. Boom has already started in Surat Real Estate market specially surrounding l...
03/06/2022

Diamond Bourse is ready to launch in Surat. Boom has already started in Surat Real Estate market specially surrounding locations.

17/06/2014

૩૮ જર્જરિત હાઈરાઈઝ્ડને નોટિસ છતાં ૨૦માં રિપેિંરગ શરૂ ન કરાયું

17 Jun 2014દિવ્ય ભાસ્કર, સુરત.

જોખમી બની રહેલી હાઈરાઈઝ્ડ અને કમર્શિયલ મિલકત સામે પાલિકા ગંભીર બની છે પણ મિલકતદારો હજી સુસ્ત છે. કનૈયા પેલેસની દુઘટર્ના પછી શહેરમાં ૩૮ જેટલી હાઈરાઈઝ્ડ અને કમર્શિયલ બિિલ્ડંગ્સને તાકીદે સ્ટ્રકચરલ ઇજનેરની દેખરેખ હેઠળ મરામત કરવાની નોટિસ અપાઈ છે. નોટિસ આપ્યાંને દોઢ મહિનો વિતી ગયો છે, છતાં હજુ ૨૦ ઇમારતોના રહીશો સળવળ્યાં નથી. ફકક સાતેક બિિલ્ડંગમાં જ સ્ટ્રકચરલ ઇજનરોની નિમણંૂક કરીને રિપેરિંગ શરૂ કરાયું છે. આવી હાલતમાં પાલિકાએ ૧૫ જેટલી બિિલ્ડંગ્સને સ્ટ્રકચરલ ઇજનેરની નિમણુંક કરીને રિપેરિંગ શરૂ નહીં કરાવાય તો બિિલ્ડંગને સીલ કરી દેવાની અંતિમ તાકીદ કરતી નોટિસ ફટકારી છે. પાલિકાના શહેર વિકાસ અધિકારી મનિષ ડોકટરનું કહેવું હતું કે, કનૈયા પેલેસ અને નેસ્ટ એપાર્ટમેન્ટની ઘટના બાદ તમામ ઝોનમાં જૂની મિલકતો જેનું સ્ટ્રકચર પ્રાથમિક રીત શંકાસ્પદ જણાતું હોય તેનો સરવે શરૂ કરાવાયો હતો. તેમાં છેલ્લાં બે મહિના દરમિયાન જે ઇમારતોનું સ્ટ્રકટર ખરાબ લાગી રાું છે, તેમને તાત્કાલિક ધોરણે સ્ટ્રકચર ચેક કરાવીને રિપેરિંગ કરીને સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવાની નોટિસ આપવામાં આવી રહી છે, તેમાં ગત મહિને વધુ ૧૫ મિલકતોને નોટિસ અપાતાં અત્યાર સુધી કુલ ૩૮ બિિલ્ડંગ્સને નોટિસ આપી હોવાનું અમારા રેકર્ડ ઉપર નોંધાયું છે. નોટિસ અપાયેલી આ બિિલ્ડંગ્સની સ્થિતિમાં સુધારો કરાય રાો છે કે નહીં? તેનું પણ મોનિટરિંગ ચાલુ છે. તેમાં જે હાઈરાઈઝ્ડ અને કમર્શિયલ ઇમારતોમાં સ્ટ્રકચર સ્ટેબિલિટીના મુદ્દે હજુ ગંભીરતા નથી દર્શાવાઈ રહી તેમની સામે આકરી કાર્યવાહી કરવાની અમે તૈયારી કરી છે, તેવું પાલિકાના શહેર વિકાસ વિભાગનું કહેવું છે. દોઢ મહિના પહેલાં તબક્કામાં પાંચ ઝોનમાં ૨૩ જેટલી હાઈરાઈઝ્ડ અને કમર્શિયલ બિિલ્ડંગ્સને નોટિસ ફટકારી હતી. તેમાં ઘોડાદોડ રોડની જોલી શોપિંગ, ઉમરવાડાની શ્રીજી માર્કેટ, રાંદેર રોડના નિલાંજમ એપાર્ટમેન્ટ અને ગેઈલ ટાવર જેવી જાણીતી બિિલ્ડંગ્સના સ્ટ્રકચર પણ શંકાસ્પદ જણાતાં તેમને એક મહિનામાં સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા માટેની તાકીદ કરી હતી. પાલિકાએ નોટિસમાં સ્પષ્ટ આદેશ કર્યોહતો કે, બિિલ્ડંગના રિપેરિંગ માટે સ્ટ્રકચરલ ઇજનેરની નિમણૂંક કરીને પછી રિપેરિંગ કરીને સ્ટ્રકચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવું. જોકે, નાનપુરાનું સિદ્ધરાજ એપાર્ટમેન્ટ, મગોબમાં લેન્ડમાર્ક એમ્પાયર, ઉમરવાડામાં સાગર ટેકસટાઈલ માર્કેટ, મજૂરાનું અમતધારા એપાર્ટમેન્ટ, અડાજણમાં આલિશાન એન્કલેવ, રાંદેરરોડ ઉપર ઋષભ ટાવર, નવયુગ કોલેજ પાછળનું શત્રુંજય ટાવર, અને ઉમરાના દેવદર્શન એપાર્ટમેન્ટના રહીશોએ સ્ટ્રકચરલ ઇજનેરની મદદ લીધા વિના જાતે જ રિપેરિંગ શરૂ કરાવી દીધું હોવાનું પાલિકાના સરવેમાં નોંધાયું છે.

14/06/2014

દુર્ઘટનાગ્રસ્ત અઠવાલાઈન્સ બ્રિજની ડિઝાઈનનું પ્રુફ ચેકીંગ જ નહોતું થયું

14 Jun 2014ગુજરાત સમાચાર, સુરત સુરત અઠવાલાઈન્સ બ્રિજ દુર્ઘટનાનામાં ઈજારદારે મુશ્કેલ કામગીરી હોવા છતાં ડિઝાઈન પ્રુફ ચેકીંગ જ કરાવ્યું ન હતું. પાલિકામાં ડિઝાઈન પ્રુફ ચેકીગ મરજ્યાત છે પરંતુ આવી ડિઝાઈન હોય તો કેટલાક કોન્ટ્રાક્ટર પ્રુફ ચેકીંગ કરાવે છે. પરંતુ રચના કંસ્ટ્રક્શને પ્રુફ ચેકીગ કરાવ્યું ન હતું. આ ઉપરાંત પેટા કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં પાલિકાએ હજી સુધી કોઈ પગલાં ભર્યા નથી. તપાસ આગળ ધપે તે સાથે ગાંધીનગરથી કેટલાક નેતાઓએ રચના કંસ્ટ્રક્શનને બચાવી લેવા માટે કવાયત શરૃ કરી હોવાની વાત બહાર આવી છે. સુરતના તાપી નદી પરના કેબલ સ્ટેઈડ બ્રિજને જોડતો અઠવાલાઈન્સ ફ્લાય ઓવર બ્રિજનો ૩૫ મીટરનો સ્લેબ- સ્પાન ગત ૧૦ જુનના રોજ ધડાકાભેર તુટી પડયો હતો. આ દુર્ઘટનામાં ૧૦ મજુરોના મોત જ્યારે ૬ મજુરો ઈજાગ્રસ્ત બન્યા હતા. દુર્ઘટના બાદ ચારેય તરફથી ઈજારદાર અને ડિઝાઈન બનાવનાર કંપની પર ફિટકાર વરસાવવામાં આવ્યો હતો. અઠવાલાઈન્સ બ્રિજની ડિઝાઈન બનાવનાર એસ.એન. ભોબે એન્ડ કંપનીએ અમરોલી તાપી બ્રિજની પી.એમ.સી. કરી હતી. આ એક કંપનીની કામગીરી દરમિયાન કુલ ૧૧ મોત થયાં છે. જોકે, અમરોલી બ્રિજમાં પાલિકાએ કોઈ પગલાં ભર્યા ન હતા. આ કિસ્સામાં હવે પ્રાથમિક તારણમાં ડિઝાઈન ખોટી હ હોવાનું કહેવાય રહ્યું છે. જેના કારણે અધિકારીઓની બેઠકમા ડિઝાઈન બનાવનાર કંપનીના અધિકારીની ઝાટકણી કાઢવામાં આવી હતી. બીજા તરફ ડિઝાઈન મુશ્કેલ હોવા છતાં રચના કંસ્ટ્રક્શન કે અન્ય એજન્સીએ પ્રુફ ચેકીંગ કરાવ્યું ન હતુ. આ ઉપરાંત કેટલાક લોકો ઈજારદારનો પણ વાંક હોવાનું કહી રહ્યાં છે. પ્રુફ ચેકીંગના નામે પહેલાં કૌભાંડ થતું હોવાથી પાલિકાએ પ્રુફ ચેકીંગ બંધ કરાવ્યું હતું. છતાં કેટલીક મુશ્કેલ ડિઝાઈન વખતે પ્રુફ ચેકીંગ કેટલીક એજન્સી કરાવે છે તે રચના કંસ્ટ્રક્શને કરાવ્યું ન હતું. આમ હોવા છતાં ગાંધીનગરથી કેટલાક નેતાઓ દબાણ કરી મહેસાણાની આ કંપનીને બચાવવા માટે ભારે પ્રયાસ કરી રહ્યાં છે. જોકે, પાલિકા અને સરકારની તપાસ ટીમ નેતાઓને દબાણને વસ થઈ એજન્સીને બચાવશે કે દુર્ઘટનામાં જવાબદાર લોકોને કસુરવાર ઠેરવશે તે તો સમય જ બતાવશે.

23/05/2014

સુરત; ૩૬ વર્ષે શહેરનો રિંગરોડ પૂરો થશે

23 May 2014દિવ્ય ભાસ્કર, સુરત. ચાર વર્ષ પહેલાં શરૂ કરેલા તાપીનદી ઉપરના કેબલ સ્ટેઈડ બ્રિજનું કામ હજુ ખોડંગાઈ રહ્યું છે, પરંતુ છ મહિ‌ના પહેલાં જ શરૂ થયેલાં જીલાની કોમ્પલેક્સથી ભરીમાતાને જોડતા તાપીબ્રિજનું કામ પૂરજોશમાં આગળ ધપી રહ્યું છે. દોઢ વર્ષમાં આ બ્રિજ તૈયાર થઈ જાય તેમ હોઈ, આ બ્રિજ તૈયાર થવાની સાથે જ સુરતીઓને શહેરનો પહેલો રિંગરોડ ૩૬ વર્ષે મળી શકશે. કેમકે, આ બ્રિજને કારણે અઠવાગેટથી શરૂ થઈને દિલ્હીગેટ અને વેડદરવાજા સુધી જઈને અટકી ગયેલો રિંગરોડ અડાજણ પાટિયાથી ગેસસર્કલ થઈને સરદાર બ્રિજ સાથે જોડાઈને રિંગ પૂરી કરશે. ૩૬ વર્ષ પહેલાં પાલિકાએ ૧૯૭૮માં શહેરનો પહેલો રિંગરોડ બનાવવાનું નક્કી કર્યું હતું. જોકે, રિંગરોડ સંપૂર્ણ 'રિંગ’ બની શક્યો નહતો. અઠવાગેટથી શરૂ થતો રિંગરોડ કતારગામ-વેડ દરવાજા પાસે આવીને અટકી ગયો હતો. નામ રિંગરોડ પણ આખી રિંગ જેવો સક્ર્યુલર રોડ બન્યો નહતો. અંગ્રેજી 'સી’ આકારમાં આ રોડ પૂરો થઈ જતો હતો. પાલિકાએ વેડ દરવાજા અને અડાજણ પાટિયાને જોડતા તાપી બ્રિજને બનાવવાનું કામ શરૂ કર્યું છે. ફૂલ સ્પીડમાં બ્રિજનું કામ આગળ ધપાવાય રહ્યું છે. આ બ્રિજને લીધે તાપીનદીના સામે કાંઠે રહેતા છ લાખથી વધુ લોકોને માટે રેલવે સ્ટેશન પહોંચવાનું તો અત્યંત આસન બની જ જશે.

03/05/2014

લેન્ડમાર્ક માર્કેટના બિલ્ડર સહિત ૩ની ધરપકડઃ૩ દિવસના રિમાન્ડ

03 May 2014ગુજરાત સમાચાર,

સુરતબે જીંદગીને ભરખી જનાર પૂણા-કુંભારીયા રોડની લેન્ડમાર્ક એમ્પાયરમ માર્કેટની આગની દુર્ઘટનામાં પૂણા પોલીસે એફએસએલ અને ફાયર બ્રિગેડના રીપોર્ટના આધારે બિલ્ડર માધવજી પટેલ, માર્કેટ પ્રમુખ લાદુલાલ બોરડીયા અને સેક્રેટરી ધર્મેશ પટોલીયા વિરુદ્ધ ગુનો નોંધી ગુરૃવારે મોડીરાત્રે ત્રણેયની ધરપકડ કરી હતી.પોલીસ ,સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પૂણા-કુંભારીયા રોડ જૂના કુંભારીયા જકાતનાકા પાસે આવેલા લેન્ડ માર્ક એમ્પાયર માર્કેટની એ વીંગના છઠ્ઠા માળે ગત બુધવારે સાંજે શોર્ટસરકીટને લીધે આગ ફાટી નીકળી હતી. આગ ઝડપથી પ્રસરીને છઠ્ઠા અને સાતમા માળે પ્રસરતા ૬૦૦ વ્યક્તિ ફસાયા હતા. સ્થળ ઉપર દોડી ગયેલા ફાયરબ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ૧૪૦ વ્યક્તિને ઉગાર્યા હતા. જ્યારે આ દુર્ઘટનામાં જીવ બચાવવા ભૂસ્કો મારનાર તેમજ ગુંગળામણ અનુભવનાર ૨૧ પૈકી બે વ્યક્તિ મોતને ભેટયા હતા. જ્યારે ઇજા ગ્રસ્ત ૧૯ પૈકી ત્રણની સ્થિતી હજુ નાજુક છે.શહેરના જાણીતા એવા બિલ્ડર માધવજી પટેલે બનાવેલી માર્કેટમાં ફાયરસેફ્ટીના અભાવે આગ વધુ ગંભીર બની હતી. પૂણા પોલીસે આ પ્રકરણમાં ગતરોજ એફએસએલ અને ફાયર વિભાગનો રીપોર્ટ આવ્યા બાદ બિલ્ડર માધવજી ધનજીભાઇ પટેલ (રહે.૨૦૧, એમ.ડી.પેલેસ, જમનાનગર બસસ્ટેન્ડની બાજુમાં, ઘોડદોડ રોડ, સુરત), લેન્ડમાર્ક એમ્પાયર્સ કો.ઓ. સર્વીસ સોસાયટી લી.ના પ્રમુખ લાડુલાલ કનૈયાલાલ બોરડીયા (રહે.૨૧૧, ટર્નીંગ પોઇન્ટ કોમ્પલેક્ષ, ઘોડદોડ રોડ, સુરત) અને સેક્રેટરી ધર્મેશભાઇ જેરામભાઇ પટોલીયા (રહે.બી/૨/૪૦૨, શઉભ રેસીડન્સી, ઉધના, સુરત) વિરુદ્ધ અપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો હતો.પૂણા પોલીસ મથકના પી.આઇ. એલ.બી. પરમારે ખુદ ફરીયાદી બની નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે માધવજી પટેલે ડેવલપર તરીકે ફાયર સેફટી તેમજ મ્યુનીસીપલ કોર્પોરેશન તેમજ નેશનલ બિલ્ડીંગ કોડ તેમજ કોર્પોરેશનના નિયમો-પેટા નિયમોનો ભંગ કરી દુકાન ખરીદનારા ગ્રાહકો તથા તેમના સ્ટાફના સભ્યો તેમજ અન્યોની જાન જોખમમાં મૂકાય તેવું જાણતા હોવા છતાં ફાયરસેફટીનો અમલ કર્યો ન હતો. જેના કારણે દુર્ઘટના ઘટી હતી. પી.આઇ પરમારે ફરીયાદમાં ઉમેર્યુ હતું કે જો ડેવલોપર, મંડળીના પ્રમુખ અને સેક્રેટરી એ કાયદાના નિયમોનું પાલન કર્યુ હોત અને પૂરતી તકેદારી રાખી હોત તો ફાયર સેફટી સીસ્ટમ, ફાયરલીફટ દ્વારા જાનહાનિ અને ઇજા અટકાવી શકાઇ હોત.પી.આઇ. પરમારની ફરીયાદના આધારે તપાસકર્તા એ.સી.પી. (એ ડિવીઝન) એચ.આઇ.સોલંકીએ મોડીરાત્રે બિલ્ડર માધવજી પટેલ અને લેન્ડમાર્ક માર્કેટના પ્રમુખ લાડુલાલ બોરડીયા તેમજ સેક્રેટરી ધર્મેશ પટોલીયાની ધરપકડ કરી હતી. વધુ તપાસ એ.સી.પી. એચ.આઇ.સોલંકી કરી રહ્યા છે.

26/04/2014

ડેવલપમેન્ટ પ્લાનની મથામણ પણ મેટ્રોટ્રેન માટે જમીનના ફાંફા

26 Apr 2014દિવ્ય ભાસ્કર, સુરત.શહેર અને આસપાસના વિસ્તારમાં આગામી દસ વર્ષના વિકાસના પ્લાનિંગ માટેનો દસ્તાવેજ એટલે ડેવલપમેન્ટ પ્લાન(ડીપી) તૈયાર કરાઈ રાો છે. શહેર અને આસપાસના અંંદાજે ૪૦૦ ચોરસ કિલોમીટર વિસ્તાર માટે ભવિષ્યના આયોજન માટેની કવાયતમાં અર્ખન પ્લાનિંગના નવા કન્સેપ્ટ્સને સમાવવા માટે મથામણ ચાલી રહી છે, પરંતુ મેટ્રો સિટીના ઉબરે ઊભેલા શહેરને આગામી વર્ષોમાં મેટ્રો ટ્રેનના આયોજન માટે જરૂરી જમીન માટે ફાંફા પડી રાાં છે.શહેરી વિસ્તારના ભાવિ આયોજન માટે દર દસ વર્ષે ડેવલપમેન્ટ પ્લાન ઘડવાની કવાયત થાય છે. છેલ્લે વર્ષ ૨૦૦૪માં ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરાયો હતો. ચાલુ વર્ષે ફરી નવો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવો પડશે. સાથે નવા ડી.સી.આર (ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ) પણ બનાવવા પડશે. એટલે, તેના માટે વિચારવિમર્શ કરવા ગત વર્ષે ઓગસ્ટ મહિનાથી આયોજન શરૂ કરી દેવાયું છે. સિટી સ્ટેક હોલ્ડર્સ સાથે પ્રાથમિક ચર્ચાઓ બાદ, જુદા જુદા ોત્રમાં પ્લાનિંગ માટે કમિટીઓ બનાવાઈ છે. સુડાના ડેવલપમેન્ટ પ્લાન(ડી.પી) બનાવવા ચાર મહિનામાં મોટાભાગનું કામ પૂરું કરવા માટે તખ્તો ગોઠવી દેવાયો છે. ઉપરાછાપરી બેઠકો બોલાવાઈ રહી છે. સેટેલાઈટ ઇમેજનો સહારો લઈને સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરવાનું આયોજન કર્યું છે. પ્લાનિંગમાં શહેર અને આસપાસના વિસ્તારમાં પોટર્, ફ્રેઇટ કોરિડોર, મેડિકલ ટુરિઝમ, આઇટી હબ, ટિ્વન સિટી, એજયુકેશન હબ, ઇન્ડસ્ટિ્રયલ ટાઉનશિપ, આઉટર રિંગરોડ જેવા કોન્સેપ્ટ્સ સમાવવા પ્રયાસ શરૂ કરી દીધો છે. , એવું ડે.કમિશનર પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ જીવણભાઈ પટેલનું કહેવું છે. સુડાના ચેરમેન અને કમિશનર એમ.કે. દાસનું કહેવું હતું કે,સુડા વિસ્તારના ગામોમાં સુવિધાઓની સ્થિતિ માટે સરવે શરૂ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવા માટે જે દોડધામ ચાલી રહી છે, તેમાં ઇન્ફ્રાસ્ટ્રકચરની દિશામાં પ્લાનિંગ વિચારવા કમિટી બનાવાઈ છે. જેના માટે શહેર અને સુડાની હદમાં આવેલાં ૧પ૦ જેટલાં ગામોમાં સરવે કરાઈ રાો છે. તેમાંથી ૮૦ ટકા જેટલાં ગામોમાં ઇન્ફ્રાસ્ટ્રકચરની હાલની સ્થિતિ, ભવિષ્યની જરૂરિયાતો અને તેની સામે શકયતાઓને ચકાસવાનો પ્રયત્ન કરાય રાો છે, તેવું સુડાના સૂત્રોનું કહેવું છે.વિચારણા મેટ્રો માટે બે પ્રકારે તૈયારી મેટ્રો ટ્રેનના રૂટ્સ માટે બે પ્રકારનું પ્લાનિંગ વિચાર્યું છે. અન્ડરગ્રાઉન્ડ મેટ્રો અને એલિવીટેડ મેટ્રો ટ્રેન. આ બંને રૂટ માટે બલ્ક જમીનની જરૂર એટલી નથી પરંતુ અલગ અલગ લોકેશન્સ ઉપર જમીન જરૂરી છે. તે પણ કોઈ એક જ વિસ્તારમાં નહીં તમામ વિસ્તારમાં તેની જરૂર પડે તેમ છે. એટલે, શહેરમાં સમાવષ્ટિ નવા વિસ્તારોમાં તે હજુ પણ થોડું શકય બની રાું છે, પરંતુ ૧૧૨ ચોરસ કિ.મીના વિસ્તારમાં મુશ્કેલીનો સામનો કરી રાાં છીએ.વિકાસની રૂપરેખા શહેર-આસપાસના વિસ્તારોના ડેવલપમેન્ટને કઈ દિશામાં લઈ જવું તેને માટે દૂરંદેશી સાથે વિચારેલી જોગવાઈઓને સામેલ કરતા દસ્તાવેજને ડેવલપમેન્ટ પ્લાન ગણાવાય છે. દર દસ વર્ષે દરેક શહેરી સત્તામંડળે તે બનાવવો જરૂરી છે. તેના આધારે ટાઉન પ્લાનિંગ સ્કીમ્સથી માંડીને અન્ય આયોજનો કરવાના રહે છે.પ્લાનિંગ કઈ કઈ દિશામાં શું થયું? શહેર અને આસપાસના વિસ્તારમાં પોટર્, ફ્રેઇટ કોરિડોર, મેડિકલ ટુરિઝમ, આઇટી હબ, ટિ્વન સિટી, એજયુકેશન હબ, ઇન્ડસ્ટિ્રયલ ટાઉનશિપ, મેટ્રો ટ્રેન, આઉટર રિંગરોડ જેવા કન્સેપ્ટ્સને સમાવવાનું પણ પ્લાનિંગ ચાલુ હોવાનું સુડાના વર્તુળોનું કહેવું છે.મુશ્કેલી મેટ્રો માટે શહેરમાં જમીન જ નથી! ટાઉન પ્લાનિંગ અધિકારીઓ કહે છે કે, ૧૦ વર્ષમાં સૌથી વધુ જરૂરી પ્રોજેકટ મેટ્રો ટ્રેનનો છે. જેના માટે અત્યારથી જમીનની જરૂરિયાતને ડીપીમાં દર્શાવવી જરૂરી છે. મેટ્રો ટ્રેનના સંભવિત રૂટ્સ, તેને માટેના સ્ટેશન્સ, ત્યાં સુધી પહોંચવા માટેના એપ્રોચ જેવી તમામ બાબતો માટે અત્યારથી જમીનની જોગવાઈ કરવી પડે તેમ છે. શહેરની બહારના વિસ્તારોમાં આ માટે જમીનની જોગવાઈ થાય તેવું પ્લાનિંગમાં જોવાય રાું છે.

23/04/2014

સુરતની સૌ પ્રથમ ૭૦ મીટર ઉંચી ખાનગી બિલ્ડીંગને મંજુરી

16 Apr 2014ગુજરાત સમાચાર, સુરત.

સુરત શહેરના આગામી ડેવલપમેન્ટ પ્લાનમાં શહેરને હોરીઝેન્ટલ ડેવલપમેન્ટને બદલે વર્ટીકલ સીટી તરીકે ડેલપમેન્ટ કરવાની રજુઆત કરવામાં આવી છ. જોકે, તે પહેલાં જ રાજ્ય સરકારના નોટિફીકેશનની મર્યાદા અને જી.ડી.સી.આર.ની જોગવાઈને ધ્યાનમાં રાખી સુરત પાલિકાએ ૭૦ મીટરની ઉંચાઈની પહેલી ખાનગી બિલ્ડીંગને મંજુરી આપી છે. જેના કારણે આગામી ડેવલમેન્ટ પ્લાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

હાલમાં સુરત શહેરના નવા ડેવલપમેન્ટ પ્લાનમાં શહેરને વર્ટીકલ ડેવલમેન્ટ સીટી તરીકે વિકસાવવા વિચારણા થઈ રહી છે. આ પહેલા સુરત પાલિકા-સુડાના ૨૯ કિલોમીટરના આઉટર રીંગરોડ પર પેઈડ એફ.એસ.આઈ. આપીને ૭૦ મીટર ઉંચી બિલ્ડીંગ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ અંગે સરકારનું જાહેરનામું હજી પ્રસિધ્ધ થયું નથી. આ ઉપરાંત સરકારમાં ઉંચી બિલ્ડીંગ માટેની ગાઈડલાઈન બનાવવામાં આવી છે. આ ગાઈડ લાઈનને દોઢ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. છતાં તેના પર હજી સુધીની કોઈ કામગીરી કરવામાં આવી નથી.
દરમિયાન સુરતના અલથાણ નજીકના વી.આઈ.પી. રોડ પરના એક પ્રોજેક્ટને ૭૦ મીટર ઉંચી બિલ્ડીંગની પરવાનગી પાલિકાએ આપી છે. રાજ્ય સરકારના નોટીફીકેશનની કલમ- ૨૯ હેઠળ પેઈડ એફ.એસ.આઈ. આપીને ૭૦ મીટર ઉંચી બિલ્ડીંગ બનાવવા માટેની મંજુરી પાલિકાએ આપી છે. સુરતમાં આ પહેલાં બી.આર.ટી.એસ. હબની બિલ્ડીંગને ૭૦ મીટર ઉંચાઈની પરવાનગી આપી છે. પરંતુ પહેલી વખત ખાનગી માલિકીના પ્રોજેક્ટને ૭૦ મીટરની ઉંચાઈ આપવામાં આવી છે. આ બિલ્ડીંગ ૨૦ માળની બને તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ બિલ્ડીંગને પરવાનગી મળ્યા બાદ હવે શહેરના અન્ય વિસ્તારમાં પણ સરકારની ઉંચી બિલ્ડીંગ માટેની ગાઈડ લાઈનનો અમલ એક સરખો થાય તે માટેની માગણી શરૃ થઈ ગઈ છે. આ જોતાં સુરત પાલિકાના આગામી ડેલપમેન્ટ પ્લાનમાં ઉંચી બિલ્ડીંગ અંગેની પરવાનગી આપવામાં આવે તેવી અટકળ શરૃ થઈ ગઈ છે.

If these young at heart people are enjoying before completion of project, imagine how much fun they will have in their c...
18/03/2014

If these young at heart people are enjoying before completion of project, imagine how much fun they will have in their coming life.

Book your Dignity full and funfull Retirement life now in 2nd Innings, The Retirement Resort.

BHAARGAVI REALTY

Sameer Desai
9377733467
[email protected]

Like us on Facebook
Bhaargavi Realty

05/03/2014

ન્યૂઝ ફ્લેશ : સુરત ચેનલ : બુધવાર ,તા.૫ માર્ચ ,૨૦૧૪

મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી વી.એસ. સંપત્ત દ્વારા ૧૬ મી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર:

ગુજરાત રાજ્યમાં તા.૩૦ મી એપ્રિલ.

ઝારખંડ રાજ્યમાં તા.૧૦, ૧૭ અને ૨૪ મી એપ્રિલ.

કર્ણાટક રાજ્યમાં તા.૧૭ મી એપ્રિલ.

કેરળ રાજ્યમાં તા.૧૦ મી એપ્રિલ.

મધ્ય પ્રદેશમાં તા.૧૦, ૧૭ અને ૨૪ મી એપ્રિલ.

તામિલનાડુમાં તા.૨૪ મી એપ્રિલ.

રાજસ્થાનમાં તા.૧૭ અને ૨૪ મી એપ્રિલ.

ઓરિસ્સામાં તા.૧૦ અને ૧૭ મી એપ્રિલ.

મહારાષ્ટ્રમાં તા.૧૦, ૧૭ અને ૨૪ મી એપ્રિલ.

હિમાચલ રાજ્યમાં તા.૦૭ મી એપ્રિલ.

દિલ્હીમાં તા.૧૦ મી એપ્રિલ.

ઉત્તરપ્રદેશમાં તા.૧૦, ૧૭, ૨૪, ૩૦ એપ્રિલ અને તા.૭ અને ૧૨ મે.

ગોવામાં તા.૧૭ એપ્રિલ.

હરિયાણામાં તા.૧૪ મી એપ્રિલ.

આંધ્રપ્રદેશ, સિક્કિમ,અને ઓરિસ્સામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે.

૮૧.૪ કરોડ મતદારો મતદાન કરશે.

લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત "NOTA" (None Of The Above) વિકલ્પ પણ ખૂલ્લો રખાશે.

તા.૭ એપ્રિલ થી તા.૧૨ મે સુધી ૯ અલગ અલગ તારીખોએ અલગ અલગ રાજ્યોમાં ચૂંટણીનું આયોજન.

તા.૧૬ મે એ મતગણતરી.

04/03/2014

સુરતમાં બિલ્ડર અને ટેકસટાઇલ ગ્રુપના ૨૦ ઠેકાણે આઈટીનો સરવે

04 Mar 2014દિવ્ય ભાસ્કર, સુરત. ગત સપ્તાહે આઇટી અધિકારીઓએ ૩૫ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરી રૂપિયા ૫૩ કરોડની બેનામી આવક શોધી કાઢી હતી. કરદાતાઓએ ચોપડે નહીં બતાવેલી આવક શોધી કાઢવા આવકવેરા વિભાગની ચાર જુદી-જુદી રેન્જ દ્વારા કુલ છ બિલ્ડરો અને એક ટેકસટાઇલ એકમના ૨૦ જેટલાં ઠેકાણે સરવે હાથ ધર્યોહતો. જાણકારો આ સરવેને એડવાન્સ ટેકસ અગાઉ પ્રેસર ટેકનિક તરીકે જોઈ રાા છે. અધિકારીઓની ગણતરી એ પણ છે કે ૧૫મી માર્ચના એડવાન્સ ટેકસના છેલ્લાં હપ્તામાં વધુને વધુ રેવન્યુ આવી શકે. અધિકારીઓએ આજના સરવેમાં પણ બિલ્ડરોને જ ટાર્ગેટ કર્યા હતા. આ સરવેમાં મોટાપાયે બેનામી આવક બહાર આવે એવી શકયતા છે. માર્ચ એન્િંડગને હવે માંડ ૨૫ દિવસ બરયા છે પરંતુ ડિપાર્ટમેન્ટ મોટાભાગે ૨૦ કે ૨૨ માર્ચ પછી સરવે કરતું નથી. એટલે આ તારીખ સુધી મોટાપાયે સર્ચ અને સરવે કરવામાં આવે એવી સંભાવના છે.

27/02/2014

Address

Surat
395007

Telephone

+919377733467

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhaargavi Realty posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category