05/06/2024
ભાજપ માં સહજ રીતે ભૂલ સ્વીકારી શકે એવા સારા લોકો પણ ઘણા છે. 🙏
વાંચવા જેવો મેસેજ..👇
*ભાજપના સંનિષ્ઠ અને પ્રમાણિક કાર્યકર્તા તરીકે અત્યાર સુધી મળેલ લોકસભાનાં પરિણામો પરનું મિલિન્દ રેખા મુકેશ શાહનું નિષ્પક્ષ અવલોકન.*
*૧. દુશ્મનને ક્યારેય હળવાશથી ના લેવો, એમાંય ખાસ કરીને જ્યારે સમૂહમાં હોય.*
*૨. અતિ આત્મવિશ્વાસ હારનું કારણ બને છે. ( ૪૦૦+ બૂમરેંગ સાબિત થયું છે. )*
*( સસલો અને કાચબો આજે ય અસ્તિત્વમાં છે. )*
*૩. ભલે NDA ની સરકાર બને પણ મારા માટે આપણી આ હાર છે. કેમકે આત્યાર સુધી આપણે હિંમતભેર બધા નિર્ણયો લઈ શકતા હતા, પણ હવે ગઠબંધનના સાથીઓની દખલગીરી રહેશે.*
*૪. રામ મંદિરની સાથે સાથે "સતત" રામરાજ્ય પણ એટલું જ જરૂરી છે.( સ્વયં શ્રી રામ ભગવાનના આયોધ્યામાં આપણે રામ મંદિર બનાવવાવાળા પાછળ છે. ) ભગવાન શ્રી રામ ને પણ રામ મંદિરની સાથે સાથે તેમના તમામ સંતાનોની સાચા અર્થમાં સુખાકારી જોઈએ છે. આપણે વિપક્ષને કચડવાનો શક્ય તમામ પ્રયાસ કર્યો. વિપક્ષ પણ એ જ ભગવાનનું જ સંતાન છે. ( ભગવાનનું કોઈપણ સર્જન ખરાબ ના હોય શકે, સંજોગો મુજબ જેં તે સર્જન સારું કે ખરાબ વર્તન કરી શકે, જેમ ભૂતકાળમાં વિપક્ષે પણ ઘણી ભૂલો કરી હતી, કમનસીબે આપણે પણ એ જ માર્ગે ચાલવાની ભૂલ કરી. )*
*૫. પક્ષના મૂળભૂત સિદ્ધાંતોને અને તેની.વિચારધારાને કાયમ વળગી રહેવું જોઈએ. શું જરૂર હતી કોંગ્રેસમુક્ત ભારત કરવાની ? કમનસીબે આપણે આપણી લીટી મોટી કરવાની જગ્યાએ બીજાની લીટી નાની કરવા ગયા અને સમુચા વિપક્ષને ભેગા થવાની તક આપણે જ તેમને આપી.*
*૬. સાથે સાથે પક્ષના વડીલોને અને નાના માં નાના કાર્યકર્તાને સાથે લઈને ચાલવું જોઈએ. જ્યારે ગુજરાતમાં પાંચ લાખથી વધુ લીડના લક્ષ્યાંકને પાર પાડવા વિચારધારાના ખોખલા દાવા સાથે તડજોડની બધી જ હદ પાર થઈ જાય ત્યારે પ્રામાણિક અને લાયક કાર્યકર્તા હતાશ થઈ જાય છે. ( સ્વયં ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ ખુલાસો કર્યો હતો કે આટલા રૂપિયામાં તો આખી ય કોંગ્રેસ આવી જાય. )*
*૭. લોકશાહીના પૂજારી એવી પ્રજાની અપેક્ષા ક્યારેય ના કરવી જોઈએ. શું જરૂર હતી આવું કરવાની કે જ્યારે સતત બે બે ટર્મથી મોદી સાહેબ અને વિકાસના નામે પ્રજાએ તમને ક્લીન સ્વિપ વાળો મેંડેટ આપ્યો હોય.*
*૮. કોઈની પણ હાય ના લેવી જોઈએ. ( આર્થિક આતંકવાદના પરિણામે ઉદભવેલ અગ્નિકાંડો અને અકસ્માત કાંડોના આરોપીઓને સમયસર સજા ના કરાવાતા નિર્દોષ બાળકો અને તેમના પીડિત પરિવારોની હાય લાગી છે. )*
*૯. કોઈને એટલા પણ ના બીવડાવવા કે તે આત્મઘાતી બને. ( ૪૦૦ + સીટોના અનુમાનથી દેશની લઘુમતી કોમ માં પક્ષે ઘણા સારા કામ કર્યા હોવા છતાં લઘુમતીઓએ કચકચાવીને મતદાન કર્યું અને આપણે આત્મવિશ્વાસમાં ઓછું મતદાન કર્યું. )*
*૧૦. અનીતિના માર્ગે આવેલો અને કમાયેલો અતિ પૈસો પાપનું મૂળ અને નર્કના પ્રવેશદ્વારની ચાવી બને છે. આવો પૈસો ક્યારેય ખરા સમયે કામ આવતો નથી જ. કેમકે ભગવાનને પણ અનીતિનો પૈસો અને અપ્રામાણિક માણસો ગમતા નથી જ.*
*૧૧. ફરીથી રાષ્ટ્ર નિર્માણની અને વિકસિત ભારત બનવાની સુવર્ણ તક હાલ પૂરતી આપણે ગુમાવી દીધી છે.*
*૧૨. પક્ષે દેશ માટે નિષ્ઠા રાખવાવાળા સારા ને યોગ્ય કાર્યકર્તાને તક આપવાની જગ્યાએ આર્થિક આતંકવાદ કરવાવાળા ઉમેદવારોને મોટેભાગે તક આપી.*
*૧૩. સુરતનું અનૈતિક રીતે ખુલેલ લોકસભાની સીટનું ખાતું એ સમગ્ર બનાવ લોકશાહીના હત્યા સમાન હતો. આ બનાવે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘડ્યો.*
*૧૪. ભ્રષ્ટાચાર અને મોંઘવારી પર લગામ કસવામાં આપણે નિષ્ફળ ગયા છીએ.( સ્વયં રાજ્ય સભાના ગુજરાતના સાંસદ રોમ મોકરિયા એ કબૂલ્યું કે લાંચ વગર ગુજરાત માં કોઈ કામ નથી થતું. )*
*૧૫. લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયા પર આપણે અંકુશ રાખવાની પૂરેપૂરી નિષ્ફળ કોશિશ કરી.*
*૧૬. આપણા રાષ્ટ્રવાદના વિચારો તો સર્વશ્રેષ્ઠ હતા, પણ વિચારોને અનુરૂપ પ્રયાસો સમયસર અને પૂરતા નહોતા. ( આપણા જ અમુક સાથીઓ રાષ્ટ્રવાદના નામે રમત રમતા રમતા લોકોના જીવ સાથે રમત રમતા થઈ ગયા. જેમકે સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ, મોરબીનો ઝૂલતા પુલ કાંડ, વડોદરાનો હરણી બોટ કાંડ, રાજકોટનો ગેમ ઝોન કાંડ. )*
*૧૭. આપણે ચુંટણી ફંડના નામે આર્થિક આતંકવાદ ને પાળ્યો અને પોષ્યો.*
*મારા જ પક્ષના ઘણા લોકોને મારું અવલોકન ખૂંચશે, પણ દવા હંમેશા કડવી જ લાગશે, પણ હિત માટે કડવી દવા પીવી પણ પડશે.*
*હજી પણ સમય છે. આવનારા પાંચ વર્ષમાં ઉપરની બધી જ ભૂલો સુધારી સાચા અર્થમાં રાષ્ટ્ર નિર્માણ કરીને ભારતને ફરીથી વિકસિત ભારત બનાવી પ્રાયશ્ચિત કરવાનો.*
*જય હિન્દ. ભારત માતા કી જય. વંદે માતરમ્.*
*II મિલિન્દ રેખા મુકેશ શાહ II*
*બીઇંગ પેશન્ટ ફાઉન્ડેશન ના સ્થાપક અને રાષ્ટ્ર પ્રથમ માટે સામાજિક સૈનિક બનો ચળવળના પ્રણેતા.*