01/01/2025
દક્ષિણ ગુજરાત હિસાબી પરિવાર ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૪ નું આયોજન જિલ્લા તિજોરી કચેરી, વલસાડ દ્વારા તા.૨૯/૧૨/૨૦૨૪ રવિવારના રોજ ચીખલીના ગોલવાડ ફ્રેન્ડગ્રુપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં વલસાડ, ડાંગ-આહવા, નવસારી, સુરત, તાપી અને ભરૂચ એમ છ જિલ્લાઓની આઠ ટીમો વચ્ચેની ક્રિકેટ મેચમાં જિલ્લા તિજોરી કચેરી, સ્થાનિક ભંડોળ હિસાબ, પેન્શન ચૂકવણા કચેરી તથા હિસાબી પરિવારના અધર ડિપાર્ટમેન્ટના અધિકરીશ્રીઓ તથા કર્મચારીઓએ ભાગ લીધો હતો. સુરત અને તાપી જિલ્લા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં સુરત જિલ્લાની ટીમને વિજય પ્રાપ્ત થયો હતો. મેન ઑફ ધ મેચ, મેન ઑફ ધ સિરીઝ, રનર્સ અપ ટીમ અને વિજેતા ટીમને અધિકારીશ્રીઓના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
રમત રમવાનો ખાસ હેતુ તો સતત કચેરીના કામમાં વ્યસ્ત રહેતા અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને એક અલગ માહોલ મળી રહે એકબીજાનો પરિચય કેળવાય તથા ખેલદીલી, એકતા, સહકારની ભાવના જળવાય રહે એ માટે સરસ મજાનું આયોજન કરી દક્ષિણ ગુજરાત હિસાબી પરિવાર ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૪ સફળ રહ્યો હતો.